પાકિસ્તાની ક્રિકેટરોને હવે પરણ‘વા’ ઉપડ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાની ઝડપી બોલર હસન અલી હરિણાયાની યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની વાત આવી હતી અને હવે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર ઇમાદ વસીમના પણ લગ્નની તૈયારી શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઇમાદ જેની સાથે લગ્ન કરવાનો છે, તે પાકિસ્તાની મુળની બ્રિટીશ યુવતી છે. ઇમાદે જાતે જ આ વાતની પુષ્ટિ કરી છે.
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટસ અનુસાર ઇમાદ વસીમના લગ્ન માટે 26 ઓગસ્ટની તારીખ નિર્ધારિત થઇ છે. આ લગ્ન ઇસ્લામાબાદમાં જ થશે અને તેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. કાઉન્ટી ક્રિકેટમાં નોટિંઘમ શાયર વતી રમતા ઇમાદ વસીમની સાનિયા અશરફ નામક યુવતી સાથે પહેલી મુલાકાત લંડનમાં જ થઇ હતી અને તે ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઇ ગઇ અને હવે બંનેઍ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે.
ઇમાદે માહિતી આપી હતી કે લગ્ન માટે હું ઍક મહિનાની રજા લઇશ અને તે પછી બાકીની મેચો માટે નોટિંઘમશાયર સાથે ઉપલબ્ધ રહીશ. થોડા દિવસો પહેલા પાકિસ્તાની ક્રિકેટર હસન અલીના લગ્ન ભારતના હરિયાણાના નૂહની રહીશ શામિયા આરઝુ સાથે થવાના હોવાની વાત આવી હતી.