પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની અમેરિકનોને ઍવું વચન આપ્યુ છે કે બ્રિટનમાં હાલમાં જ સંપન્ન થયેલા આઇસીસી વર્લ્ડકપમાં નેશનલ ટીમના ખરાબ પ્રદર્શન પછી હવે તેને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યુ છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાને વોશિંગ્ટન ડીસીના કેપિટલ વન ઍરેનામાં ઍકત્ર થયેલા પાકિસ્તાની અમેરિકનોને સંબોધન કરતાં આવું કહ્યું હતું.
હાલમાં જ સંપન્ન થયેલા વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શન અંગે ઇમરાને કહ્યું હતું કે તેમણે ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને લાવીને તેને આવતી ટુર્નામેન્ટ સુધીમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ૧૯૯૨માં પોતાની આગેવાનીમાં પાકિસ્તાનને વર્લ્ડકપ જીતાડનારા ઇમરાને ઍવું પણ કહ્યું હતું કે મારા શબ્દો યાદ રાખજા. જા કે તેમણે યોજના અંગે વિસ્તારપૂર્વક કંઇ જણાવ્યું નહોતું.