પાકિસ્તાન સામે રવિવારે વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે જેવો ઇમામ ઉલ હકને આઉટ કરીને પોતાની બીજી વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડ કપમાં સર્વાધિક વિકેટ ઉપાડવા મામલે ઍલન ડોનાલ્ડને પાછળ મુકી દીધો હતો. હવે તાહિર 39 વિકેટ સાથે વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડનારો દક્ષિણ આફ્રિકન બોલર છે. પોતાનો ત્રીજા વર્લ્ડ કપ રમી રહેલા તાહિરે કુલ 20 મેચમાં 39 વિકેટ લીધી છે. જ્યારે ઍલન ડોનાલ્ડે 4 વર્લ્ડ કપની 25 મેચમાં 38 વિકેટ લીધી હતી. આ યાદીમાં શોન પોલોક ત્રીજા સ્થાને છે, જેણે 4 વર્લ્ડ કપની 31 મેચ રમીને 31 વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં સર્વાધિક વિકેટ લેનારા બોલરો
બોલર દેશ મેચ વિકેટ
ગ્લેન મેકગ્રા ઓસ્ટ્રેલિયા 39 71
મુથૈયા મુરલીધરન શ્રીલંકા 40 68
વસીમ અકરમ પાકિસ્તાન 38 55
લસિથ મલિંગા શ્રીલંકા 26 51
ચમિંડા વાસ શ્રીલંકા 31 49
ઝહિર ખાન ભારત 23 44