IND vs ENG 1st ODI Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ODI, નાગપુરમાં મેચ રમાશે
IND vs ENG 1st ODI Live ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આજથી (6 ફેબ્રુઆરી) નાગપુરમાં ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ટોસ બપોરે 1 વાગ્યે IST થશે અને મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
આ ODI શ્રેણી પહેલા બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી જીત મેળવી હતી. હવે, ટીમ ઈન્ડિયાના ચાહકોની નજર ODI શ્રેણી પર છે, અને તેઓ આશા રાખી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે પણ ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતવામાં સફળ રહેશે.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ODI શ્રેણી: 40 વર્ષ જૂનો રેકોર્ડ
રસપ્રદ વાત એ છે કે, છેલ્લા 40 વર્ષથી ઇંગ્લેન્ડે ભારતીય ધરતી પર ભારત સામે એક પણ ODI શ્રેણી જીતી નથી. ઇંગ્લેન્ડે છેલ્લે ૧૯૮૪-૮૫માં ભારતમાં ODI શ્રેણી જીતી હતી, તેથી હવે ભારત સામે આ જૂનો રેકોર્ડ જાળવી રાખવાનો પડકાર રહેશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી પાછા ફર્યા
આ ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે. આ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારીની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે.
શ્રેણીની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમમાં અને ત્રીજી અને અંતિમ વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વનડે શ્રેણી માટે ભારત અને ઇંગ્લેન્ડની ટીમોની જાહેરાત:
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લેન્ડ:
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.