નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો હાલમાં અહી પ્રેક્ટિસ કરી રહી છે અને આ ડે-નાઇટ ટેસ્ટ જીતવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે, તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. બંને ટીમોના ખેલાડીઓ મોટેરા સ્ટેડિયમની ભવ્યતા અને તેની સુંદરતાથી સ્તબ્ધ છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ પોતાના ટ્વિટમાં સ્ટેડિયમની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું, “આ એક મહાન સ્ટેડિયમ છે, સ્થાનિક સંગીત સાથે દિવસનો અંત માણ્યો.” ઋષભ પંતે પણ ટ્વિટ કરીને આ સ્ટેડિયમને લાજવાબ ગણાવ્યું છે. આ પહેલા હાર્દિક પંડ્યા પણ તેની પ્રશંસા કરી ચૂક્યો છે.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે મોટેરાના જીમની તસવીર ટ્વિટ કરીને લખ્યું છે કે, “મોટેરાના નવા સ્ટેડિયમમાં જીમનું પહેલું ટ્રેનિંગ સેશન કરવામાં આનંદ થયો. આ અદભૂત સ્થળ પર આવીને સારુ લાગે છે. આ દુનિયાના મહાન સ્ટેડિય પર 24 મી તારીખે રમવા માટે આગળ જુઓ.”
હાર્દિક પંડ્યાએ પણ ટ્વીટ કર્યું
આ અગાઉ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આ ગ્રાઉન્ડની સુંદરતા અંગે ટ્વીટ કરી ચૂક્યા છે. પંડ્યાએ મોટેરા સ્ટેડિયમના એક સ્ટેન્ડ પરથી એક તસવીર શેર કરતાં લખ્યું કે, “મોટેરામાં અહીં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવવું અવિશ્વસનીય છે. તે આશ્ચર્યજનક છે.”