IND vs ENG Black Armband Tribute: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે BCCI અને ECB દ્વારા એક મિનિટનું મૌન પાળાયું, ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી પહેરી
IND vs ENG Black Armband Tribute: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચ એક અનોખી અને ભાવનાત્મક ક્ષણ સાથે શરૂ થઈ. બંને ટીમના તમામ ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા અને મેચ પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
આ શ્રદ્ધાંજલિ 12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કુલ 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો અને ધરતી પર રહેલા કેટલાક હોસ્ટેલ નિવાસીઓ પણ શામેલ હતા. દુર્ઘટનાના પ્રતિકારરૂપે ઇંગ્લેન્ડ અને ભારતના ક્રિકેટ બોર્ડ — ECB અને BCCI — બંનેએ આ સંવેદનાપૂર્ણ શૃદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો.
મેચની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી થઈ, ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળો આર્મબેન્ડ પહેરીને મેદાનમાં આવ્યા. આ કાળી પટ્ટી દુઃખ અને સંવેદનાની નિશાની છે. ટોસ દરમિયાન પણ બંને ટીમના કેપ્ટનોએ આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે માનવતા અને સહાનુભૂતિ પણ શીખવે છે.
ALL PLAYERS WEARING BLACK ARM BANDS FOR AHMEDABAD PLAIN CRASH INCIDENT pic.twitter.com/Gwb5Dc1CT0
— DIVYANSH CHAUHAN (@Imchauhan28) June 20, 2025
વિમાન દુર્ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે, એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટમાં એન્જિન ફેલ થવાથી કાબૂ ગુમાવી બેઠી હતી અને એક હોસ્ટેલ સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી શક્યો હતો. દુનિયાભરના મીડિયામાં આ ઘટનાએ ભારે ચર્ચા પામી છે અને અનેક દેશોના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
ક્રિકેટ સ્ટેડિયમમાં આ રીતે શ્રદ્ધાંજલિ આપવી બહુ દુર્લભ છે, અને તે દર્શાવે છે કે રમતગમત જગત સમાજમાં થતા દુઃખદ પ્રસંગોમાં પણ એકસાથે ઉભું રહી શકે છે.