IND vs ENG: “બુમરાહ બંને ટેસ્ટ રમશે” – માર્ક વુડના દાવાથી ચકચાર
IND VS ENG ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે જસપ્રીત બુમરાહ શ્રેણીની બીજી અને ત્રીજી બંને ટેસ્ટમાં રમશે. વુડના મતે, ભારત 1-0થી પછડાઈ ગયું હોવાથી, ટીમ તેમને આ માટે રેસ્ટ આપવાનું જોખમ નહીં લે.
ભારતના મુંખ્યા કોચ અને પસંદગીકારો ફક્ત 3 ટેસ્ટ માટે તૈયારીમાં હતા
શ્રેણી પહેલા ભારતીય પસંદગીકાર અજિત અગરકર, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલએ સ્પષ્ટ કર્યું હતું કે બુમરાહ ફક્ત ત્રણ ટેસ્ટ રમશે જેથી ઈજાની ફરીક વાર ના થાય. તે અગાઉ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈજા પછી ચાર મહિના ટીમની બહાર રહ્યા હતા.
માર્ક વુડનું નિવેદન – “બુમરાહ નહીં ચૂકે લોર્ડ્સ જેવી મેચ”
માર્ક વુડે જણાવ્યું કે, “બુમરાહ જેવા બોલરને લોર્ડ્સ પર રમવાની ઇચ્છા જરૂર રહેશે. દરેક બોલર ઈચ્છે છે કે તેનું નામ લોર્ડ્સના ઓનર બોર્ડ પર હોય. જો ભારત બીજી મેચ જીતીને 1-1ની બરાબરી કરે, તો બુમરાહ ટેસ્ટ માટે પણ ખુશખુશાલ હાજર રહેશે.”
બીજી ટેસ્ટ 2 જુલાઈથી એજબેસ્ટનમાં રમાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ આવતીકાલે એટલે કે 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે શરૂ થશે. ભારત શ્રેણીમાં 1-0થી પછડાયું છે અને બીજી ટેસ્ટ માટે બુમરાહની હાજરી નિણાયક સાબિત થઈ શકે છે.