IND vs NZ 3rd Test: રિષભ પંતે જોરદાર અડધી સદી ફટકારી, ભારતને જીતવા માટે 55 રનની જરૂર
IND vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડ સામે મુંબઈમાં રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતની ખૂબ નજીક દેખાઈ રહી છે. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો બીજી ઈનિંગમાં બેટિંગ કરતા કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાની જીત આસાન લાગી રહી હતી. મેચના બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બેટિંગ કરતા 171/9 રન બનાવી લીધા હતા.
IND vs NZ 3rd Test: કિવી ટીમ પાસે 143 રનની લીડ છે. ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડની માત્ર એક વધુ વિકેટ લેવાની છે, ત્યાર બાદ તેમને રન ચેઝ માટે મેદાનમાં ઉતરવું પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત પાસે 150થી વધુ રનનો લક્ષ્યાંક નહીં હોય, જેને ટીમ ઈન્ડિયા સરળતાથી હાંસલ કરશે અને વિજય નોંધાવશે. જો ભારતીય ટીમ ત્રીજા દિવસના પહેલા સેશનની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ લે છે તો ટીમ ઈન્ડિયા બીજા સેશનમાં જીત નોંધાવી શકે છે.
અત્યાર સુધી સ્પિનરોનો દબદબો રહ્યો છે
મુંબઈ ટેસ્ટમાં અત્યાર સુધી બંને ટીમના સ્પિનરોનો દબદબો જોવા મળ્યો છે. વાનખેડેની પિચ પહેલા દિવસથી જ શાનદાર ટર્ન જોવા મળી રહી છે, જે બેટ્સમેનો માટે સમસ્યા બની રહી છે. આ સ્પિન રમવામાં મોટાભાગના ભારતીય બેટ્સમેનો પણ નિષ્ફળ સાબિત થયા છે. હવે જોવાનું એ રહે છે કે રન ચેઝમાં ટીમ ઈન્ડિયા સ્પિનરો સામે શું પ્લાન લઈને આવે છે.
ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપથી બચવા ઈચ્છશે
ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ શ્રેણી ગુમાવી દીધી છે. હવે ભારતીય ટીમ કોઈપણ ભોગે ન્યુઝીલેન્ડ સામે ક્લીન સ્વીપથી બચવા ઈચ્છશે. આ પહેલા ભારતે 2000માં એટલે કે 24 વર્ષ પહેલા ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે ક્લીન સ્વીપ બચાવવાનો મોટો પડકાર હશે. હવે મુંબઈ ટેસ્ટનું પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારતને જીતવા માટે 55 રનની જરૂર છે
લંચ બ્રેક. ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 55 રનની જરૂર છે.
રિષભ પંતે જોરદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. તે 50 બોલમાં 53 રન બનાવીને અણનમ રહ્યો છે. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી છે. વોશિંગ્ટન સુંદર 6 રન બનાવીને અણનમ છે.
ભારતને જીતવા માટે 70 રનની જરૂર છે
ભારતે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 70 રનની જરૂર છે. રિષભ પંત 41 રન બનાવીને રમી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર 3 રન બનાવીને રમી રહ્યો છે