IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પ્રતિક્રિયા આપી છે.
IND vs PAK ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને ચાલી રહેલ મુદ્દો હજુ સુધી ઉકેલાયો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પ્રતિક્રિયા આપી છે. ભજ્જીએ કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં અવારનવાર કંઇક ને કંઇક થાય છે. ભજ્જીની સાથે-સાથે ઘણા ક્રિકેટરોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
હરભજન સિંહે BCCIના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું,
“ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન શા માટે જવું જોઈએ? ખેલાડીઓની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. ત્યાંની સ્થિતિ એવી છે કે રોજ કંઈક ને કંઈક બનતું રહે છે. હું બીસીસીઆઈના નિર્ણયનું સમર્થન કરું છું.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો હાઈબ્રિડ મોડલ હેઠળ આયોજન થઈ શકે છે. ભારતીય ટીમની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે. આ સાથે ટુર્નામેન્ટની સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ પણ આ સ્થળોએ યોજવામાં આવી શકે છે. પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ 2024 પછી તરત જ આઈસીસીને ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો. આમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યોજના હતી. પરંતુ હવે તેની યોજના બરબાદ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂકી છે. ભારતે 2002 અને 2013માં આ ખિતાબ જીત્યો હતો. 2002માં ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને 2017માં આ ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પણ બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. કાંગારૂ ટીમે 2006 અને 2009માં જીત મેળવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 1998માં ટ્રોફી જીતી હતી.