ICCએ ભારતીય ટીમ પર લગાવ્યો દંડઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હવે ભારતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ICC એ ભારત માટે 2 મહત્વના પોઈન્ટ ઓછા કર્યા છે. ભારત હવે પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ સિવાય ICCએ તમામ ભારતીય ખેલાડીઓ પર 10 ટકાનો દંડ પણ લગાવ્યો છે. આના કારણે ભારતને મોટું નુકસાન થયું છે. બેક ટુ બેક આંચકાને કારણે ભારત સંપૂર્ણપણે બેકફૂટ પર છે.
