ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ટોપ ઓર્ડર આફ્રિકાની ફાસ્ટ બોલિંગ સામે ઝૂકી ગયો છે. ભારતે 12મી ઓવર સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સાઉથ આફ્રિકા પાસે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને વહેલા આઉટ કરવાનો મોકો હતો પરંતુ ખરાબ ફિલ્ડિંગના કારણે બંને ખેલાડીઓ બચી ગયા હતા.
ભારતને ત્રીજો ઝટકો 12મી ઓવરમાં શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. આ પછી 13મી ઓવરમાં શ્રેયસ અય્યરનો કેચ ચુકી ગયો હતો. રબાડાની ઓવરમાં અય્યરે બહાર જતા બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બેટની કિનારી સીધી ફિલ્ડર પાસે ગઈ, જ્યાં માર્કો યાનસેન બંને હાથ વડે બોલને સંભાળી શક્યો નહીં અને કેચ છોડ્યો. શ્રેયસ અય્યરે પણ ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી વિરાટ કોહલીને પણ જીવતદાન મળ્યું.
ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં નાન્દ્રે બર્જરે વિરાટ કોહલીને આઉટ કરવાની તક ઉભી કરી હતી પરંતુ ટોની જ્યોર્જી એક આસાન કેચ ચૂકી ગયો હતો. જો દક્ષિણ આફ્રિકાને આ બંને સફળતા મળી હોત તો ભારત ઓછા સ્કોર પર સેટલ થઈ શક્યું હોત. જો કે, આ બે ભૂલો દક્ષિણ આફ્રિકાને મોંઘી પડશે કે કેમ તે આગામી સત્રમાં ખબર પડશે. કોહલી અને અય્યર 4 રનના અંગત સ્કોર પર હતા.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 13ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 14 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ 37 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ 12 બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે બે અને કાગીસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી.