India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં, ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુકેશ કુમાર ભારત માટે ડેબ્યુ કરી રહ્યો છે.
India vs West Indies 1st ODI Toss Update: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI શ્રેણી આજથી બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર શરૂ થઈ રહી છે. આ પ્રથમ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુકેશ કુમારને ટીમ ઈન્ડિયા તરફથી વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે.
અહીં જુઓ બંને ટીમોની પ્લેઈંગ 11
ભારત – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ – શાઈ હોપ (વિકેટ, કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, અલિક અથાનાજ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, યાનિક કેરિચ, ડોમિનિક ડ્રેક્સ, જયડન સીલ્સ, ગુડાકેશ મોતી.