કોલકત્તા : લગભગ અઢી વર્ષથી ઓડિશા અને પશ્ચિમ બંગાળ રસગુલ્લાની ઉત્પત્તિ પોતાના રાજ્યમાં થઈ હોવાનો દાવો કરતાં હતાં ત્યારે હવે મંગળવારે ચુકાદો પશ્ચિમ બંગાળની તરફેણમાં જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાના ખેલાડીઓ જે લલિત હોટેલમાં ઊતર્યા છે એનાં મીડિયા-અધિકારી મૅડમ મધુમિતા બૅનરજીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને ટીમના સત્તાધીશો ખેલાડીઓ માટે શું રસોઈ પીરસવાની એની યાદી આપતા હોય છે. પ્રવાસ દરમ્યાન ખેલાડીઓને મીઠાઈથી વંચિત રાખવાની તાકીદ કરવામાં આવી છે.’
બે મહિના અગાઉ ભારતની ટીમ જ્યારે શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી ત્યારે યજમાન ટીમ માટે પૅવિલિયનમાં ખેલાડીઓને બિસ્કિટ ખાવા પર ટીમ-મૅનેજરે પ્રતિબંધ મૂક્યો હતો. ટીમ-મૅનેજર અસાન્કા ગુરુસિંઘેએ કહ્યું હતું કે ‘અમારા ખેલાડીઓએ શું ખાવું અને શું ન ખાવું એ ટીમના ફિઝિયો અને ટ્રેઇનર નક્કી કરે છે. ભારતીય ખેલાડીઓ માટે પણ ટીમના ટ્રેઇનર જ મેનુ તૈયાર કરતા હોવાથી તેમને પણ મીઠાઈ ખાવા પર મનાઈ હોય છે.’
આ હોટેલનાં મુખ્ય સેફનું નામ મધુમિતા મોહંતા છે. તેઓ હોટેલનાં એકમાત્ર મહિલા સેફ છે અને શ્રેષ્ઠ મહિલા સેફ હોવાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતી ચૂક્યાં છે. વિદેશમાં પણ સેફ તરીકે કામ કરી ચૂકેલાં મધુમિતા મોહંતા જાણીતાં રેસ-ડ્રાઇવર માઇકલ શૂમાકર માટે પણ રસોઈ તૈયાર કરી ચૂક્યાં છે.