નવી દિલ્હી : આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ તૈયાર છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે બુધવારે સિડનીમાં કહ્યું હતું કે, જો તેની ટીમ સકારાત્મક વિચારસરણી સાથે મેદાન પર ઉતરશે તો તે કોઈપણ ટીમમાં દબાણ લાવી શકે છે. હરમનપ્રીતે કહ્યું કે, આ પોઝિટિવિટી ભારતીય ટીમની સૌથી મજબૂત બાજુ છે અને તેની ટીમ શુક્રવારે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ચાર વખતના ચેમ્પિયન અને ટાઇટલધારક ઓસ્ટ્રેલિયા સામે ટક્કર લેવા આતુરતાથી રાહ જોઇ રહી છે. ભારતીય ટીમે હજી આ ટૂર્નામેન્ટ જીતી શકી નથી.
વિમેન્સ બિગ બેશ લીગમાં સિડની થંડરથી રમવાને કારણે શહેરને સારી રીતે સમજનાર હરમનપ્રીતે કહ્યું કે, “અમે રોમાંચિત છીએ કારણ કે અમે પ્રથમ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ અને અમે તેના પોઝિટિવ્સ તરફ ધ્યાન આપી રહ્યા છીએ.” ‘
30 વર્ષીય હરમનપ્રીતે કહ્યું, ‘અમારી ટીમ એવી છે કે તે કોઈપણ ટીમ પર દબાણ લાવી શકે છે. અમે સકારાત્મક વિચારસરણીથી રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અમે જે રીતે રમી શકીએ છીએ તે રીતે રમવા માંગીએ છીએ કારણ કે તે અમારી સૌથી મજબૂત બાજુ છે.’
We are ready for the biggest spectacle of #T20cricket.
Come on India ?????#T20WorldCup pic.twitter.com/8AWQwEVCGu— Harmanpreet Kaur (@ImHarmanpreet) February 17, 2020