પ્રજાસત્તાક પર્વે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી દેશને વિજયની ભેટ આપી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વનડે સિરીઝની બીજી વનડેમાં ભારતનો 90 રને ભવ્ય વિજય થયો છે. આ સાથે ભારતે 5 મેચની વનડે સીરીઝમાં 2-0ની સરસાઇ મેળવી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી. બૉલ્ટના સ્વીંગ બોલમાં શિખર ધવન 66 રનનાં સ્કોર પર આઉટ થયો હતો.
પ્રારંભમાં શિખર ધવનનાં આઉટ થયા બાદ રોહિત શર્મા પણ તરત આઉટ થયો હતો. જોકે ક્રિઝ પર રહીને તેણે 87 રન બનાવ્યા હતા. ત્યારબાદ ધોની 48, રાયડુ 47, કોહલી 43 અને જાધવની જોરદાર બેટીંગ થકી 22 રનની મદદથી ભારતે 324 રનનો લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડને આપ્યો હતો. 325 રનનો
ભારતના રનોનો પડકાર ઝીલવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 40.2 ઑવરમાં 234 રનનાં સ્કોર પર ઢેર થઇ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરતા 10 ઑવરમાં 45 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર 2, ચહલ 2, શમી 1 અને કેદાર જાધવે 1 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બ્રેસવેલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે વિજયોત્સવ મનાવ્યો હતો.