India England Test History: લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો શાનદાર દેખાવ, ઇતિહાસના પાના પર નવી નોંધ
India England Test History: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચે એક અનોખો ઈતિહાસ સર્જ્યો છે. 1932થી આજ સુધીના 93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે એક જ ટેસ્ટ મેચમાં ભારત તરફથી પાંચ અલગ-अलग બેટ્સમેનોએ સદી ફટકારી હોય.
ભારતની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 101, શુભમન ગિલે 147 અને ઋષભ પંતે 134 રનની શાનદાર ઇનિંગ રમી. બીજી ઇનિંગમાં પણ પંતે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 118 રન બનાવી ઇતિહાસ રચ્યો. સાથે જ કે.એલ. રાહુલે પણ 137 રન બનાવ્યા.
પંત માટે આ ટેસ્ટ ખાસ રહ્યો કારણ કે તે ઇંગ્લેન્ડની ધરતી પર એક જ ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતા 471 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ઈંગ્લેન્ડે જવાબમાં 465 રન બનાવ્યા, જેમાં ઓલી પોપે 106 અને હેરી બ્રુકે 99 રન નોંધાવ્યા. ભારત માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ લઈને ઇંગ્લેન્ડને વધુ આગે વધતા અટકાવ્યા.
બીજી ઇનિંગમાં ભારતે 364 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક આપ્યો. ચોથા દિવસના અંતે યજમાન ટીમે 6 ઓવર દરમિયાન 21 રન બનાવ્યા હતા અને તે હજુ પણ તમામ વિકેટ સાથે મેચમાં ટકી છે.
ઇતિહાસ રચવાની ઘડી
ભારતીય ટીમ હવે પાંચમા અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને આઉટ કરીને મેચ જીતવા માગે છે. જયારે ભારતે છેલ્લે 2002માં લીડ્સમાં ટેસ્ટ જીત્યો હતો, ત્યારે આ મેચ જીતવી શ્રેણી માટે મજબૂત શરૂઆત સાબિત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની આ બેટિંગ વર્થિ ત્રાટકાથી ભવિષ્યના માટે એક મજબૂત સંકેત મળ્યો છે કે ટીમમાં ઊંડાણ અને સ્થિરતા બંને છે.