ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની મેચની તમામ ટિકીટો આમ તો ગણતરીની મિનીટમાં વેચાઇ ગઇ હતી, પણ હવે આ ટિકીટો બ્લેકમાં 60 હજારથી વધુ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મુળના લોકો રહે છે અને તેના કારણે આ મહામુકાબલાની ટિકીટો મોટી કિંમતે વેચાઇ રહી છે.
જે લોકોઍ પહેલા ટિકીટ ખરીદી હતી તેઓ તેને નફો લઇને વેચી રહ્યા છે અને ઍવા લોકો પાસેથી જ ટિકીટ ખરીદીને વિયાગોગો.કોમ નામક વેબસાઇટે તેને રિસેલ કરવાનું શરૂ કર્યુ છે. વેબસાઇટના જણાવ્યા અનુસાર તેની પાસે આવી 480 ટિકીટો આવી હતી. જેમાં બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની બધી ટિકીટ 17 હજારથી લઇને 27 હજાર સુધીમાં વેચાઇ ગઇ છે. જો કે તેમના દ્વારા ઍ જણાવાયું નથી કે તેમણે ઍ ટિકીટ કેટલામાં ખરીદી હતી.
હવે તેમની પાસે 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ ટિકીટ છે. જેની કિંમત 47 હજાર રૂપિયાથી લઇને 62 હજાર રૂપિયા સુધી છે. વેબસાઇટે તો સ્ટેડિયમનો નકશો બનાવીને પણ તેની પાસે જે ટિકીટ ઉપલબ્ધ છે તેનું વિવરણ આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર ખરીદાયેલી ટિકીટ બાબતે ખરીદનારનો ઇમેલ પર સંપર્ક કરીને કન્ફર્મ કરાશે અને સાથે જ તેને ઍ જણાવાશે કે આ ટિકીટ કયારે અને કેવી રીતે તેની પાસે પહોંચશે.