ન્યુઝીલેન્ડ સામે મહેનત કરી રહેલી ટીમ ઇન્ડિયાના 34 ઓવરમાં 4 વિકેટે માત્ર 159 સુધી પહોચ્યું છે. ટોસ જીતી ભારતે પહેલી બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી. સસ્તામાં ભારતની ત્રણ મહત્વની વિકેટ પડી ગઇ હતી. પરંતુ ત્યાર બાદ સુકાની વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને ભારતને એક સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું.
આ પહેલા ટોસ જીતી બેટીંગ કરતા ભારતે સસ્તામાં પહેલી ત્રણ વિકેટ પડી ગઇ હતી. જેમાં શિખર ધવન 12 બોલમાં 1 ચોગ્ગાની સાથે 9 રન, રોહીત શર્મા 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 20 રન અને ત્યાર બાદ કેદાર જાધવ 25 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12 રન કરી શક્યા હતા. તો ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેંટ બોલ્ટે 2 વિકેટ, મિશેલ સેંટનર અને ટીમ સાઉદીએ 1-1 વિકેટ ઝડપી હતી.