કટકમાં ચાલી રહેલી ટી20 શ્રેણીની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે મોકલી હતી. ભારતે શ્રીલંકાને જીતવા માટે 20 ઓવરમાં 181 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં ભારતની સારી શરૂઆત રહી ન હતી અને સુકાની રોહીત શર્મા 17 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ લોકેશ રાહુલે શાનદાર 61 રન કર્યા હતા. તો અંતિમ ઓવરોમાં ધોની અને મનિષ પાંડેએ શાનદાર બેટીંગ કરતા છેલ્લી 4 ઓવરમાં 61 રન કર્યા હતા.
ભારતીય ટીમે સારી શરૂઆત કરી ન હતી અને સુકાની રોહીત શર્મા 17 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ લોકેશ રાહુલ અ શ્રેયશ અય્યર વચ્ચે શાનદાર રમત જોવા મળી હતી અને બન્ને ખેલાડીઓએ ઝડપી રન કર્યા હતા. લોકેશ રાહુલે 48 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 61 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 20 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 24 રન કર્યા હતા. ત્યાર બાદ ધોનીએ અને મનિશ પાંડે વચ્ચે શાનદાર રમત જોવા મળી હતી. ધોની અને મનોષ પાંડેએ આક્રમક રમત દાખવતા છેલ્લા 4 ઓવરમાં શાનદાર 61 રન કર્યા હતા. જેમાં 19મી ઓવરમાં 21 રન અને 20મી ઓવરમાં 12 રન આવ્યા હતા. ધોનીએ આક્રમક ઇનીંગ રમતા 22 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 39* રન અને મનીષ પાંડેએ 18 બોલમાં ઝડપી 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 32* રન કર્યા હતા.