ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ હૈદરાબાદમાં રમાવાની છે. ચાહકો આ મેચની ટિકિટ મેળવવા માટે સવારના 5 વાગ્યાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સમય વીતતા પોલીસકર્મીઓને વધતી ભીડને સંભાળવી ભારે પડી ગઈ હતી. ભીડ બેકાબૂ બની જતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, આ લાઠીચાર્જમાં 4 લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Telangana: A stampede broke out at Gymkhana Ground after a huge crowd of cricket fans gathered there to get tickets for #INDvsAUS match, scheduled for 25th Sept at Rajiv Gandhi International Stadium, Hyderabad. Police baton charged to disperse the crowd
4 people injured pic.twitter.com/J2OiP1DMlH
— ANI (@ANI) September 22, 2022
આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરતા ANIએ લખ્યું કે, હૈદરાબાદના તેલંગાણામાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 25મી સપ્ટેમ્બરે યોજાનારી #INDvsAUS મેચની ટિકિટ લેવા માટે ક્રિકેટ ચાહકોની મોટી ભીડ એકત્ર થયા બાદ જીમખાના ગ્રાઉન્ડ પર નાસભાગ મચી ગઈ હતી. ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 4 લોકો ઘાયલ.’
This is so disappointing. Passionated fans gathered at Gymkhana Ground to collect India Vs Australia tickets in Hyderabad and they're getting such treatment. pic.twitter.com/OIP96BClOH
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2022