નવી દિલ્હી : વિમેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 ની ફાઇનલ ભારત અને ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. આ ટાઇટલ મેચ રવિવારે 8 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
વરસાદથી વિક્ષેપિત બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 5 રનથી (ડીએલએસ) પરાજિત કરી છઠ્ઠી વખત ટી -20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
બીજી સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ યજમાનોએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા.