ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની પ્રથમ મેચ દુબઈમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાનની આખી ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી ભુવીએ ચાર, હાર્દિક પંડ્યાએ ત્રણ, અર્શદીપ સિંહે બે અને અવેશ ખાને એક વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગમાં ભારતીય ટીમે જીત માટે 148 રનનો ટાર્ગેટ 5 વિકેટ બાકી રહેતા હાંસલ કર્યો હતો. આ રોમાંચક મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ આખરે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને એશિયા કપ 2022ની શાનદાર શરૂઆત કરી. ભારતને જીતવા માટે 6 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા.
https://twitter.com/BCCI/status/1563953851304054784