કેરલના થિરૂવનંનતપુરમ શહેરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણયાક અને અંતિમ બોલ સુધી રોમાંચક રહેલી મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા 6 રને મેચ અને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી ટી20 મેચમાં ભારતે 68 રનના લક્ષ્યાંક આપ્યા બાદ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
થિરૂવનંનતપુરમ શહેરમાં વરસાદના કારણે મેચ મોડી શરૂ થઇ હતી. જેના કારણે ત્રીજી અને નિર્ણાયક મેચ માત્ર 8 ઓવરની જ બની હતી. આમ પહેલા બેટીંગ કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને શિધર ધવન 6 બોલમાં 6 રન, રોહીત શર્મા 9 બોલમાં 8 રન, વિરાટ કોહલી 6 બોલમાં 13 રન, શ્રેયસ ઐયર 6 બોલમાં 6 રન અને મનીષ પાંડે 11 બોલમાં 17 રન કર્યા હતા. તો હાર્દીક પંડ્યા 10 બોલમાં 14 રને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને સોઢીએ 2-2 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભારતીય બોલરોએ શરૂઆતથી જ ન્યુઝીલેન્ડ પર આક્રમણ વલણ અપનાવ્યું હતું અને ગપટીલને શરૂઆતમાં જ 1 રને ભુવનેશ્વર કુમારને બોલ્ડ કર્યો હતો. જ્યારે મુનરોને બુમરાહે 7 રને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ભારત તરફથી બુમરાહે 2, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.