કટક: ભારતે પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 93 રને હરાવ્યુ હતું. ભારતના 181 રનના પડકારના જવાબમાં શ્રીલંકા 87 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત તરફથી લોકેશ રાહુલે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા જ્યારે એમએસ ધોની 39 અને મનિષ પાંદે 32 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઉપુલ થારંગા (23) અને કુસલ પરેરા (19) સીવાય કોઇ બેટ્સમેન રન બનાવી શક્યુ નહતું. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4, હાર્દીક પંડ્યાએ 3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ થઇ ગયુ છે.હવે બીજી ટી-20 મેચ 22 ડિસેમ્બરે ઇન્દોરમાં રમાશે.
ચહલ સામે શ્રીલંકા ઝુકી
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવતા શ્રીલંકન ટીમ /માત્ર 87 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ચહલે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ઉપુલ થારંગાએ સૌથી વધુ 23 રન બનાવ્યા હતા જ્યારે કુસલ મેન્ડિસે 19 રન બનાવ્યા હતા.
રોહીત શર્માના ટી-20માં 1500 રન પુરા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી-20માં પોતાના 1500 રન પુરા કરી લીધા છે. શ્રીલંકા વિરૂદ્ધ 15 રન બનાવતા જ આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ તે ટી-20માં 1500થી વધુ રન બનાવનાર ભારત તરફથી બીજો બેટ્સેમન બની ગયો હતો. ભારત તરફથી ટી-20માં સૌથી વધુ રન વિરાટ કોહલી (1956) બનાવ્યા છે.