આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ન્યુઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી છે. ન્યુઝીલેન્ડમાં એક સ્પીનર અને ત્રણ ફાસ્ટ બોલર સાથે મેદાન પર ઉતરશે. ભારતીય ટીમમાં બોલર તરીકે ભુવનેશ્વર કુમાર, બુમરાહ, હાર્દીક પંડ્યા અને સ્પીરન તરીકે ચહલ, કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે. તો મહત્વની વાત એ છે કે આજથી ક્રિકેટ મેચમાં ICC ના પાંચ નવા નિયમોનું અમલ થશે. જેમાં DRS, રન આઉટ સહીતના નવા નિયમોનો અમલ થશે.
રેકોર્ડની દ્રષ્ટીએ કિવી સામે 32માંથી 24 મેચમાં ભારતનો વિજય
– 1987માં કિવી ટીમ ઈન્ડિયા વચ્ચે પ્રથમ વનડે રમ્યા બાદ અત્યાર સુધી બંને ટીમોએ અહીં 32 મેચો રમી છે, જેમાંથી 24માં ભારતનો વિજય થયો છે.
– 7 વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ટેસ્ટ રમતી ટીમોમાંથી ભારતમાં આનાથી પણ ખરાબ વનડે રેકોર્ડ માત્ર ઝિમ્બાબ્વેના નામે છે.
– ઝિમ્બાબ્વેએ ભારતમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 19 વનડે મેચો રમી છે, જેમાંથી 3માં જ તેનો વિજય થયો છે, જ્યારે 15માં ભારતનો વિજય થયો હતો અને 1 મેચ ટાઈ રહી હતી.
ઘરઆંગણે ભારતે ન્યુઝીલેન્ડ સામે તામામ સીરીઝ જીતી
– ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભારતીય ધરતી પર 5 વનડે સિરીઝ રમાઈ છે. જે તમામ ભારતે જીતી છે.
– ભારતે 1988માં 4-0થી, 1995માં 3-2થી, 1999માં 3-2થી, 2010માં 5-0થી અને 2016માં 3-2થી સિરીઝ જીતી છે.
ઘરઆંગણે ભારતનો વનડે રેકોર્ડ
હરીફ ટીમ મેચ ભારતની જીત હાર ટાઇ પરીણામ વગરની મેચો
શ્રીલંકા 48 34 11 0 3
ઇંગ્લેન્ડ 48 31 16 1 0
ઓસ્ટ્રેલિયા 56 25 26 0 5
ન્યુઝીલેન્ડ 32 24 07 0 1
વિંડીઝ 50 24 26 0 0
દ.આફ્રિકા 28 15 13 0 0
ઝિમ્બાબ્વે 19 15 03 1 0
પાકિસ્તન 30 11 19 0 0