વિશાખાપટ્ટનમ : વિશાખાપટ્ટનમ ખાતે શરૂ થઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજા અને અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી છે. બંને ટીમો આ શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે આજે મેચ રમશે. ભારત અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમ ખાતે શ્રેણીની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ડે-નાઈટ મેચ રમાશે.
ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર જોવા મળ્યો છે. વોશિંટન સુંદરની જગ્યાએ ચાઇનામેન કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. તો શ્રીલંકા ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. જેમાં લાહીરૂ થીરીમાનેની જગ્યાએ સદીરા સમરવિક્રમાને તક આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયા ઓક્ટોબર 2015 થી કોઈ વનડે સિરીઝ હારી નથી.
કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રોહિતે રેકોર્ડ બેવડી સદી ફટકારીને ભારતને બીજી વન ડેમાં વિજય અપાવતા શ્રેણી જીવંત રાખી હતી. ટીમ ઈન્ડિયા હવે ત્રીજી અને આખરી વન ડેની સાથે શ્રેણી જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે. જ્યારે કુશલ પરેરાની આગેવાની શ્રીલંકા પણ હારની હતાશાને ખંખેરીને અણધારી જીતની સાથે ઐતિહાસિક શ્રેણી વિજય તરફ મીટ માંડી રહ્યું છે.
આજે વિશાખાપટ્ટનમમાં ખેલાનારો વન ડે મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો શ્રેણીમાં 1-1થી બરાબરી હોવાથી આજના ડે-નાઈટ મુકાબલામાં કશ્મકશનો મુકાબલો જોવા મળશે તેમ મનાય છે. વિશાખાપટ્ટનમમાં ખેલાનારા ડે-નાઈટ મુકાબલા અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વન ડેમાં ભારતને માત્ર 112 રનમાં ઓલઆઉટ કર્યું હતુ અને પ્રવાસી ટીમ સાત વિકેટથી જીતી હતી.
આ મેચમાં, રોહિત શર્માને વિરાટને પાછળ રાખવાની તક મળશે. જો રોહિત આ મેચને વધુ સારી રીતે ભજવે છે અને સો બનાવે છે, તો તે વિરાટ કોહલી આગળ જશે. બંને બેટ્સમેનોએ અત્યાર સુધી 2017 માં 6-6 વન-ડે સદી ફટકારી છે. બીજી સદી ઉમેરીને, રોહિત ભારતીય બેટ્સમેન બનશે જે આ વર્ષે સૌથી વધુ રન કરનાર હશે. બીજી વન ડેમા રોહિત શર્માની અણનમ 208ની ઈનિંગને સહારે ભારતે ચાર વિકેટે 392 રન ખડક્યા હતા અને 141 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ધવન, રહાણે, ઐયર, પાંડે, કુલદિપ યાદવ, દિનેશ કાર્તિક, ધોની (વિ.કી.), હાર્દિક પંડયા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ, ચહલ, બી.કુમાર અને કૌલ.
શ્રીલંકા : થીસારા પરેરા (કેપ્ટન), થારંગા, ગુણાથિલાકા, સાદીરા સમરવિકરામા, મેથ્યૂસ, ગુણારત્ને, ડિકવેલા (વિ.કી.), સી. ડી સિલ્વા, અકિલા ધનંજયા, લકમલ, એન.પ્રદીપ, સમરવિક્રમા, ડી સિલ્વા, ચામીરા, પથીરાના, કુસલ પરેરા.