નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર ઋષભ પંત અત્યારે પોતાના પ્રદર્ષનના કારણે છવાયેલો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનું ફળ પંતને મળ્યું છે. હવે તે વિશ્વના ટોપ ટેન બેટ્સમેનોમાં સામેલ થઈ ચૂક્યો છે. આઈસીસીએ બહાર પાડેલા બેટ્સમેન ટેસ્ટ રેનિંકના મામલામાં સાતમાં નંબર ઉપર આવી ગયો છે. પંત હવે રોહિત શર્મા સાથે સંયુક્ત રૂપથી સાતમા સ્થાન પર છે.
ઋષભ પંત એ પ્રથમ વાર ટોપ-10માં સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ આ તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. તેણે અમદાવાદમાં અંતિમ ટેસ્ટ મેચમાં શતક લગાવ્યુ હતુ. તેને લઇને ભારત એ અંતિમ ટેસ્ટ મેચમાં એક ઇનીંગ અને 25 રન થી જીતીને સિરીઝ 3-1 થી પોતાના નામે કરી લીધી હતી. રોહિત શર્મા ને પણ શાનદાર બેટીંગનો ફાયદો થયો છે. તે પણ હવે આઠ નંબર ના સ્થાન થી હવે સાતમાં સ્થાન પર પહોંચ્યો છે. પંત અને રોહિત બંને પાસે હવે 747 પોઇન્ટ છે. જે કોઇ પણ ભારતીય વિકેટકીપરના તરફથી હાંસલ કરવામાં આવેલા સૌથી વધારે પોઇન્ટ છે.
રોહિત અને પંત ઉપરાંત વોશિંગ્ટન સુંદરને પણ ફાયદો મળ્યો છે. તેણે ચોથી મેચ અમદાવાદ ટેસ્ટમાં અણનમ 96 રન કર્યા હતા. દેને લઇને તે હવે 62 નંબર ના સ્થાન પર થી સીધો જ 39માં નંબર પર આવી પહોંચ્યો છે. પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને નુકશાન પહોંચ્યુ છે. કોહલી અગાઉ ની માફક જ પાંચમાં સ્થાન પર જ છે, પરંતુ પોઇન્ટ ઓછા મળ્યા છે. તે હવે 814 પોઇન્ટ સાથે પાંચ નંબર પર છે. નવેમ્બર 2017 બાદ તેના આ સૌથી ઓછા પોઇન્ટ છે. તો વળી પુજારા 700 થી ઓછા પોઇન્ટ પર આવી ગયો છે. તેને લઇને તે હવે ટોપ ટેન યાદીમાંથી બહાર થઇ ગયો છે.
બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ છ સ્થાનમાં કોઇ જ ફેરફાર થયો નથી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 919 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના બાદ સ્ટીવ સ્મિથ 891, માર્નસ લાબુશેન 878, જો રુટ 831, વિરાટ કોહલી 814, બાબર આઝમ 760 છે. તેના બાદ રોહિત શર્મા, હેનરી નિકલ્સ, ઋષભ પંત અને ડેવિડ વોર્નર છે.
બેટસમેનોમાં ઇંગ્લેંડના ડેન લોરેન્સને ફાયદો થયો છે. આખરી ટેસ્ટમાં 46 અને 50 રનની ઇનીંગને લઇને તે 93 થી 47માં સ્થાન પર પહોંચી ગયો છે. તો ઝીમ્બાબ્વેના કેપ્ટન શીન વિલિયમ્સ ને 105 રનની ઇનીંગને લઇને 24 સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 43માં નંબર પર આવી ગયા છે. ઝિમ્બાબ્વે ના જ સિકંદર રઝા પણ આઠ સ્થાન ઉપર આવીને 56 નંબર છે. ઇંગ્લેંડના બેન સ્ટોક્સ, ભારતના અજીંક્ય રહાણે ને રેન્કિંગમાં નુકશાન થયુ છે. તે હવે ક્રમશઃ 12 માં અને 14માં સ્થાન પર છે.