ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડિઝ પ્રવાસમાં રમાયેલી પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં જમૈકાને 238 રને હરાવીને મોટો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને સુનિલ રમેશની સદીની મદદથી 287 રનનો સ્કોર બનાવ્યો હતો અને તે પછી જમૈકાની ટીમને માત્ર 48 રનમાં ઓલઆઉટ કરીને મેચ 238 રને જીતી લીધી હતી.
ભારતીય ટીમ વતી ઓપનર દીપક મલિક અને વેંકટેશ્વર રાવે 82 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. 53 રન કરીને વેંક્ટેશ્વર રાવ આઉટ થયો તે પછી સુનિલ રમેશે બાજી સંભાળીને 107 રનની જારદાર નોટઆઉટ ઇનિંગ રમીને સ્કોરને 287 રન સુધી પહોંચાડી દીધો હતો.
ભારતના આ વિશાળ સ્કોર સામે જમૈકાની ટીમના બેટ્સમેન ખાસ કંઇ કરી શક્યા નહોતા. પહેલી જ ઓવરમાં અજય રેડ્ડીઍ 2 વિકેટ ઉપાડી લીધી હતી. અને તે પછી 48 રનમાં તેઓ ઓલઆઉટ થયા હતા. મેચમાં નોટઆઉટ 28 રન કરીને 4 વિકેટ ઉપાડનારા અજય રેડ્ડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.