અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતીએ 1થી 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશના સિલહટમાં રમાનાર આગામી એસીસી મહિલા ટી-20 ચેમ્પિયનશિપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કૌર 1 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં શરૂ થનાર મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતની આગેવાની કરશે.
અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતીએ સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવી છે. એસીસી મહિલા ટી-20 ચેમ્પિયનશિપ 2022 સિલહટમાં રમાશે.1 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા 15 દિવસીય ટૂર્નામેન્ટમાં સાત ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં ટોપની ચાર ટીમ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. ટૂર્નામેન્ટમાં રમનારી ટીમ ભારત, પાકિસ્તાન, યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, યૂએઇ, થાઇલેન્ડ અને મલેશિયા છે. તાલિબાનના સત્તા સંભાળ્યા બાદથી અફઘાનિસ્તાનમાં મહિલા ટીમ નથી.ભારત, પાકિસ્તાન, યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત, થાઇલેન્ડ અને મલેશિયા ગ્રુપ સ્ટેજમાં ઓછામાં ઓછા એક બીજા સામે ટકરાશે.
રાઉન્ડ રોબિન તબક્કાના અંતમાં ટોપ 4 ટીમ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા વિરૂદ્ધ કરશે. તે પાકિસ્તાન સામે ટકરાયા પહેલા સતત મલેશિયા (3 ઓક્ટોબર) અને યૂએઇ (4 ઓક્ટોબર) રમશે. ભારત 8 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમશે અને 10 ઓક્ટોબરે થાઇલેન્ડ વિરૂદ્ધ રાઉન્ડ રોબિન રમત રમશે.ભારતની મહિલા ક્રિકેટ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), દીપ્તિ શર્મા, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, સબબિનેની મેધના, ઋચા ઘોષ (વિકેટ કીપર), સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, કે.પી. નવગિરેસ્ટેન્ડબાય ખેલાડી:
તાનિયા સપના ભાટિયા, સિમરન દિલ બહાદુરમહિલા એશિયા કપ 2022માં ભારતના મુકાબલા:1 ઓક્ટોબર- ભારત વર્સિસ શ્રીલંકા3 ઓક્ટોબર- ભારત વર્સિસ મલેશિયા4 ઓક્ટોબર– ભારત વર્સિસ યૂએઇ7 ઓક્ટોબર- ભારત વર્સિસ પાકિસ્તાન8 ઓક્ટોબર- ભારત વર્સિસ બાંગ્લાદેશ10 ઓક્ટોબર- ભારત વર્સિસ થાઇલેન્ડ13 ઓક્ટોબર- પ્રથમ સેમિ ફાઇનલ13 ઓક્ટોબર- બીજી સેમિ ફાઇનલ