નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં પરાજયનું કારણ યજમાન ટીમના સુકાની ટોમ લાથમ અને રોસ ટેલરની શાનદાર ઇનિંગને ગણાવ્યું છે. ન્યૂઝીલેન્ડે બુધવારે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને ચાર વિકેટે હરાવી ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ટેલર (અણનમ 109) અને લાથમે (69) ચોથી વિકેટ માટે 138 રનનું યોગદાન આપ્યું હતું જેનાથી ટીમને જીત મળી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમને લાગ્યું કે 348 નું લક્ષ્ય જીતવા માટે પૂરતું છે, ખાસ કરીને જ્યારે અમે બોલિંગ શરૂ કરી હતી. મને લાગે છે કે લાથમની રમતએ આ મેચ અમારી પાસેથી છીનવી લીધી છે. મધ્ય ઓવરમાં લાથમ અને ટેલરને રોકવું મુશ્કેલ હતું.’
Vital half-century for the skipper, and it's come at better than a run a ball! #NZvIND pic.twitter.com/zG4KjpF3kq
— ICC (@ICC) February 5, 2020