નવી દિલ્હી : પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમને ગુરુવારે હાર્ટ એટેકની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 61 વર્ષિય કપિલે ઇમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.
હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કપિલદેવને આજે (25 ઓક્ટોબર, રવિવારે) બપોર બાદ રજા આપવામાં આવી હતી. તે પહેલાથી જ સારી સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેની દૈનિક પ્રવૃત્તિ શરૂ કરી શકે છે. કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્માએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો.
Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020
ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના હાર્ટ ડિસીઝ વિભાગના ડિરેક્ટર, ડો.અતુલ માથુરે કપિલની ઇમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરી હતી. 24 ઓક્ટોબરે ઓપરેશન બાદનો તેનો પહેલો ફોટો પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્માએ શેર કર્યો હતો. આ તસવીરમાં, તે સ્વસ્થ જોવા મળી રહ્યા છે.
કપિલ દેવ ક્રિકેટના ઇતિહાસમાં એકમાત્ર એવો ખેલાડી છે કે જેમણે પોતાના નામે 400 થી વધુ (434) વિકેટ ઝડપીને ટેસ્ટ મેચોમાં 5000 થી વધુ રન બનાવ્યા. તેની કપ્તાની હેઠળ પ્રથમ વખત ભારતે 1983 માં વર્લ્ડ કપ મેળવ્યો હતો.