નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને કંઈક શેર કરતા રહે છે. સેહવાગે ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો શેર કર્યો છે જેમાં સૈનિકો બરફની બનેલી કેક સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ વિડિઓ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા સહેવાગે લખ્યું છે, જવાન તેનો જન્મદિવસ મનાવે છે. ચીઝ કેક ભૂલી જાઓ, ફક્ત એક સૈનિક જ બરફથી બનેલી કેકની સુંદરતાને સમજી શકે છે. તેમના બલિદાનને વર્ણવવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. આ વીડિયો સેહવાગના સાથી ખેલાડી અને ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ શેર કર્યો છે.
A soldier celebrating his birthday.
Forget cheese cake, the beauty of a Snow cake, which only a soldier knows.
No word are enough to describe their sacrifices and resilience. pic.twitter.com/sr5xGSdUNU— Virender Sehwag (@virendersehwag) July 12, 2020
વિડીયોમાં, તમે જોઈ શકો છો કે બરફ સાથે એક મોટી કેક બનાવવામાં આવી છે અને આસપાસ ઉભેલા યુવકો તેમના જન્મદિવસની ઉજવણી કરતી વખતે જોર જોરથી ચિયર્સ કરી રહ્યા છે. બર્થડે બોય બરફથી બનેલી કેક કાપ્યા પછી તેના સાથીઓને ખવડાવે છે. આ વિડીયોને 3.66 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે જ્યારે 8400થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યો છે.