નવી દિલ્હી : બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ના સભ્ય મદન લાલનું માનવું છે કે માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં ભારતીય ક્રિકેટ ટીમને નવા પસંદગીકારો (સિલેક્ટર્સ) મળશે. મદન લાલ, આર.પી. સિંઘ અને સુલક્ષણ નાયકની પાસે મુખ્ય પસંદગીકારો એમ.એસ.કે. પ્રસાદ અને ગગન ખોડાની જગ્યાએ બે નવા પસંદગીકારોની ભરતી કરવાની જવાબદારી છે. મદનલાલે કહ્યું કે, નવા પસંદગીકારોના નામની ઘોષણા કરવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેમ છતાં આ નામો એક કે બે માર્ચ સુધીમાં જાહેર કરી શકાય છે.
મદનલાલે કહ્યું, ‘યાદી અમારી પાસે આવી છે, અમે હવે ઉમેદવારોને સોર્ટ કરીશું. અમે ત્રણેય બેસીને નિહાળીશું અને ત્યારબાદ નિર્ણય લઈશું કે અંતિમ રાઉન્ડ ઇન્ટરવ્યૂ માટે કોને બોલાવવા. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચે તે પહેલા અમે માર્ચ 1 અથવા 2 સુધી નવા પસંદગીકારોના નામ જણાવીશું.
પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન અને પૂર્વ ઝડપી બોલર અજિત અગરકર મુખ્ય પસંદગીકારો બનવાની રેસમાં છે.