Champions Trophy 2025: પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લાહોરમાં ટીમ ઈન્ડિયાની મેચો યોજવા માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કરી દીધો છે. જો કે, હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા અંગે કોઈ પણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ હવે એક અહેવાલમાં પુષ્ટિ થઈ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવાના ચાન્સ ઓછા નથી. BCCI પણ ICC પાસે માંગ કરવા જઈ રહ્યું છે.
BCCIના સૂત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. બીસીસીઆઈ આઈસીસીને દુબઈ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા કહેશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે એશિયા કપ 2023ની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પણ પાકિસ્તાન દ્વારા હાઈબ્રિડ મોડલ હેઠળ કરવું પડી શકે છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ BCCI સેક્રેટરી જય શાહ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે એ વાતની પુષ્ટિ કરી ન હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે.