ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઇન્ડિયાએ આશિષ નહેરાને ફેરવેલ જીત આપતા અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સાને સતત પાંચ મેચમાં હાર્યા બાદ આજે પહેલી જીત મેળવી હતી. આમ ટીમ ઇન્ડિયાએ આશિષ નહેરાની અંતિમ મેચમાં જીત મેળવીને શાનદાર ભેટ આપી હતી.
ભારતે પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 202 રન કર્યા હતા. જેવા જવાબમાં ન્યુઝીલેન્ડની સારી શરૂઆત રહી ન હતી અને 53 રનમાં 3 મહત્વની વિકેટ પડી ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટોમ નથામે સૌથી વધુ 39 રન કર્યા હતા. ભારત તરફથી ચહલ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. તો હાર્દીક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.