પાકિસ્તાનના માજી કેપ્ટન અને હાલના પંસદગીકાર ઇન્ઝમામ ઉલ હકે બુધવારે ઍક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર પદેથી રાજીનામુ આપવાનો તેણે નિર્ણય કરી લીધો છે. ઇન્ઝમામનો કરાર 30 જુલાઇઍ પુરો થઇ રહ્યો છે. તેણે કહ્યું હતું કે મારા મતે હવે રાજીનામુ આપી દેવાનો સમય આવી ગયો છે. હું મારો કાર્યકાળ પુરો કરીશ.
પાકિસ્તાની ટીમ સેમી ફાઇનલમાં સ્થાન મેળવતા ચુકી તે અંગે વિશ્લેષણ કરતાં ઇન્ઝમામે કહ્યુ હતું કે ક્રિકેટ મારું ઝનૂન છે પણ હું પસંદગી પ્રક્રિયાનો હિસ્સો બની રહેવા માગતો નથી. ઍવું કહેવાઇ રહ્યું છે કે ઇન્ઝમામે પહેલા ઍક વર્ષનો કાર્યકાળ વધારવા મામલે રસ બતાવ્યો હતો પણ પીસીબીઍ નવી પસંદગી સમિતિ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. માજી ઓપનર મોહસીન ખાનનું નામ મુખ્ય પસંદગીકારની રેસમાં આગળ ચાલી રહ્યું છે.