ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલને આજે 16 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2008માં આ દિવસે IPL ઈતિહાસની પ્રથમ મેચ રમાઈ હતી. IPL ની શરૂઆત 18 એપ્રિલ 2008 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પરની મેચ સાથે થઈ હતી અને ત્યારથી આઈપીએલે વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
IPLની પ્રથમ મેચમાં, બ્રેન્ડન મેક્કુલમે 158 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ રમીને આ લીગનો સંપૂર્ણ ટોન સેટ કર્યો હતો. સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજો માને છે કે આઈપીએલની સફળતામાં મેક્કુલમની ઈનિંગ્સનો ઘણો મોટો ફાળો છે. તે મેચમાં KKRએ RCBને 140 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. મેક્કુલમની તે ઈનિંગથી લઈને આઈપીએલ 2018ની ફાઇનલમાં વોટસનની સદી સુધી, આઈપીએલે સફળતાના નવા આયામો સ્થાપિત કર્યા છે.
જો આઈપીએલની વાત કરીએ તો પહેલી સીઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. આ પછી, 2009 માં, ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે IPL ટ્રોફી જીતી. 2010 અને 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે 2012માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. 2013માં મુંબઈ ઈન્ડિયન્સ, 2014માં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ કબજે કર્યું હતું. 2015માં ફરી એકવાર મુંબઈએ IPL ટ્રોફી જીતી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ 2016માં પ્રથમ વખત ચેમ્પિયન બની હતી.
2017માં IPLના 10 વર્ષ પૂરા થયા અને ફરી એકવાર મુંબઈની ટીમે જીત મેળવી. 2018 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ પછી પરત ફર્યા અને ટ્રોફી કબજે કરી. 2019માં રમાયેલી 12મી સિઝનમાં મુંબઈએ રેકોર્ડ ચોથી વખત ટાઇટલ કબજે કર્યું હતું. 2020નું ટાઈટલ મુંબઈ ઈન્ડિયન્સ અને 2021માં CSKએ ફરી એકવાર ટ્રોફી જીતી. નવી ટીમ ગુજરાત ટાઇટન્સે 2022નો ખિતાબ જીત્યો.
મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી છે
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે અને તેણે 5 વખત ટાઈટલ જીત્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત IPL ટ્રોફી જીતી છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સે 2 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો એક પણ વખત IPL ટાઈટલ જીતી શકી નથી.