નવી દિલ્હી : બીસીસીઆઈ (BCCI)નું ટોચનું પ્રતિનિધિમંડળ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દુબઇ અને યુએઈમાં આઈપીએલ સાથે સંકળાયેલ તમામ સ્થળો પર રેકી કરી શકે છે. આઇપીએલની 13 મી સીઝન આ સમયે કોવિડ -19ને કારણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં રમાશે. આ વખતે આઈપીએલ દુબઈના ત્રણ શહેરો અબુધાબી, દુબઇ અને શરજાહમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.
ગલ્ફ ટાઇમ્સના અહેવાલ મુજબ, ‘આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ, બીસીસીઆઈના વચગાળાના સીઈઓ હેમાંગ અમીન અને આઈપીએલ સીઓઓએ યુએઈ પહોંચ્યા બાદ છ દિવસની ક્વોરેન્ટીન માટે તેમના હોટલના રૂમમાં રોકાવું પડશે, ત્યારબાદ તેઓ કામ પર જઈ શકશે.
બીસીસીઆઈને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવા માટે ભારત સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યું છે. જો કે, આ વખતે લીગમાં નવો સ્પોન્સર જોવા મળશે કારણ કે લીગના મુખ્ય પ્રાયોજક તરીકે વિવોને હટાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ નવા પ્રાયોજક માટે અરજીઓને આમંત્રણ આપ્યું છે, રજૂઆત કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.