નવી દિલ્હી : આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ખરેખર, બે ખેલાડીઓ સહીત ચેન્નાઈ સુપર કિંગ્સના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમનો ટેસ્ટ હવે નેગેટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ દિપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારબાદ સુરેશ રૈના આઈપીએલથી ખસી ગયો હતો અને સ્વદેશ પરત ફર્યો હતો.
સીએસકેના સભ્યોએ આઈપીએલ માટેની તાલીમ શરૂ કરતા પહેલા બીજા તબક્કાના ટેસ્ટ (પરીક્ષણ)માંથી પસાર થવું પડશે. સીએસકે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો 31 ઓગસ્ટ, સોમવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પછી આજે (મંગળવારે) ટેસ્ટનું પરિણામ આવ્યું છે.
હવે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 3 સપ્ટેમ્બરે ફરી એકવાર કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેઓને 5 સપ્ટેમ્બરથી ચેન્નાઈ સુપર કિંગ્સને તાલીમ આપવામાં આવશે.
આ સિવાય ઓફ સ્પિનર હરભજન સિંહ વિશે કંઇ સ્પષ્ટ થઈ શક્યું નથી. હરભજન સિંઘ હજી યુએઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સાથે સંકળાયેલ નથી.