અમદાવાદ : આ સિઝનમાં આઇપીએલની પૂર્વ બે ટીમો ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ પરત ફરવાની છે. એવું માનવામાં આવે છે મહેન્દ્રસિંહ ધોની સહિતના કેટલાક ખેલાડીઓ ચેન્નઇ સુપર કિંગ્સમાં પરત ફરવાના છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝન માટે ખેલાડીઓની હરાજી બેંગ્લુરૂ ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. BCCI ના એક અધિકારીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વખતની હરાજીમાં ઘણા બધા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા હોવાના કારણે આ હરાજી ખૂબ મોટા પાયે કરવામાં આવશે.
આ ઉપરાંત અગાઉની દરેક હરાજી બેંગ્લુરૂમાં થઇ હોવાને કારણે તેની જ ઓટોમેટિક પસંદગી કરવામાં આવી છે. આ હરાજીમાં દરેક ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ પાછળ 80 કરોડ રૂપિયાની રકમ ખર્ચી શકે છે જે પહેલાં 66 કરોડ રૂપિયા હતા. આ ઉપરાંત દરેક ફ્રેન્ચાઇઝીઓ પાંચ ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી શકે છે જેમાં બે રાઇટ ટુ મેચ કાર્ડનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે સ્ટાર આઇપીએળની લોકપ્રિયતાને જાણવી રાખવા માટે હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે અન્ય ચાર સ્થાનીક ભાષામાં પણ આઇપીએલની કોમેન્ટ્રી કરવામાં આવશે. આ ચાર ભાષાઓ તમીલ, તેલુગુ, કન્નડ અને બંગાળી ભાષાનો સમાવેશ થાય છે. આમ આઇપીએલ કુલ છ ભાષામાં પ્રસારીત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સ્ટારના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટાર સિલેક્ટ આ અન્ય ભાષામાં આપીએલનું ટેલીકાસ્ટ કરશે. જોકે તેની વિગતવાર જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. સ્ટાર સ્થાનીક ભાષાનું પ્રસારણ ટીવીની સાથે પોતાની વેબ સીરીઝ હોટસ્ટાર પર પણ કરશે. જેના કારણે વધુને વધુ લોકો આઇપીએલનું પ્રસારણ જોઇ શકે અને વઘુ લોકોને આવરી શકાય.
સ્ટારના અધિકારીના કહેવા પ્રમાણે “સોનીએ સ્થાનીક ભાષામાં કોઇ કામ નથી કર્યું. જેના કારણે તેનો ફાયદો સ્ટાર ઉઠાવવા માંગે છે.” અત્યાર સુધી સ્ટારે આઇપીએલને 4 ચેનલમાં પ્રસારણ કર્યું છે. જ્યારે આઇપીએલ સીઝન 11માં સ્ટાર 10 ચેનલમાં પ્રસારણ કરવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે સ્ટારએ જાહેર કરેલા આકડા પ્રમાણે આઇપીએલમાં 2017 ની રેવન્યુ 1300 કરોડ પહોચી છે. જે આ વખતે સ્ટાર તેની ટીવી અને હોટ સ્ટારના માધ્યમથી 1500 કરોડની એડ રેવન્યુ પહોચાડવા માંગે છે.