નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL – 2020) હંમેશાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન અપાવવાની તક આપે છે. ભારતીય ખેલાડીઓ જ નહીં વિદેશી ખેલાડીઓ પણ આઈપીએલની મદદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી ચુક્યા છે.
આઈપીએલ 2020 વધુ મહત્વની બનશે, કેમ કે ટી 20 વર્લ્ડ કપ થોડા મહિના પછી યોજાશે. તમામ દેશોના પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શનનું નિરીક્ષણ કરશે. જો ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તો તેમની મોટી સ્પર્ધા માટે પણ પસંદગી થઈ શકે. આ કારણોસર ભારતીય ખેલાડીઓ આઈપીએલમાં સારો દેખાવ કરવા માંગશે. અહીં 5 એવા ખેલાડીઓના નામ રજૂ કરવામાં આવ્યા છે, જેના IPLના પર્ફોમન્સ પરથી તેની ટી -20માં એન્ટ્રી અંગે નિર્ણય લેવામાં આવશે અને આ જ કારણે આ ખેલાડીઓ પર નિરીક્ષકોની ખાસ નજર રહેશે.
1. ક્રિસ લિન
2. શ્રેયસ ગોપાલ
3. ટોમ બેન્ટન
4. ક્રિસ ગ્રીન
5. શુભમન ગિલ