નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 અબુધાબીમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મુકાબલો થશે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે અબુધાબી અને દુબઈ મેદાનની તસવીરો શેર કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ત્રણ દિવસ બાકી! દુબઇ અને અબુ ધાબી સ્ટેડિયમની અદભૂત તસવીરો.
ત્રણ સ્ટેડિયમમાં યોજાશે મેચ
બીસીસીઆઈએ હાલમાં જ આઈપીએલના લીગ સ્ટેજની 56 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં સૌથી વધુ 24 દુબઈમાં, 20 અબુધાબીમાં અને 12 શારજાહમાં રમવામાં આવશે.
રોશનીથી ઝળહળી ઉઠ્યા સ્ટેડિયમ
જય શાહે વધુમાં લખ્યું છે કે, ‘સંયુક્ત આરબ અમીરાત વર્ષના સૌથી મલ્ટિડિસિપ્લિનરી ટૂર્નામેન્ટમાં # આઈપીએલ -2020 હોસ્ટ કરવા તૈયાર છે. દુનિયા તૈયાર છે, અને આપણે પણ. ‘
3 more days to go!
What a spectacular and breathtaking view from the stadiums in Dubai and Abu Dhabi.
United Arab Emirates looks all set to host the most awaited tournament of the year #IPL2020. The world is ready, so are we! @IPL @BCCI @SGanguly99 @ThakurArunS pic.twitter.com/L3mE65arFH
— Jay Shah (@JayShah) September 16, 2020
પ્લે ઓફ મેચની તારીખ અને સ્ટેડિયમની જાહેરાત
પ્લે ઓફ મેચની તારીખો અને મેદાનની જાહેરાત પછી કરવામાં આવશે. આ ઉપરાંત, બોર્ડ પછીથી ફાઇનલ્સ માટે મેદાનની પણ ઘોષણા કરશે. અંતિમ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે.