નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી બહાર થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરની પસંદગી માર્શના સ્થાને કરવામાં આવી છે અને તે ટૂંક સમયમાં યુએઈમાં સનરાઇઝર્સ ટીમમાં જોડાશે તેવી સંભાવના છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની ટીમની પ્રથમ મેચમાં માર્શને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.
સનરાઇઝર્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, ‘મિશેલ માર્શ ઈજાને કારણે બહાર થઇ ગયો છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થાય. આઈપીએલ 2020 માં જેસન હોલ્ડર તેની જગ્યા લેશે.
https://twitter.com/SunRisers/status/1308715299680608257