નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) જેવી મોટી ટૂર્નામેન્ટોમાં, જો ત્યાં વાઈડ અને કમરની ઉપરની- ફુલટોસ બોલ રીવ્યુ (અમ્પાયરના નિર્ણયની સમીક્ષા)નો વિકલ્પ હોય તો સારું રહેશે.
સ્પોર્ટ્સ એપરલ કંપની પુમાના ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટને હોસ્ટ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ના કેપ્ટનએ કહ્યું કે, તેઓ ટીમમાં આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કારણ કે તેની ઘણી અસર પડે છે.
કેએલ રાહુલ સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે, ‘કેપ્ટન તરીકે મારી પાસે કમરની ઉપરના ફુલટોસ અથવા વાઈડ બોલ્ડ બોલની સમીક્ષા કરવાનો વિકલ્પ હોવો જોઈએ. કેટલીકવાર આ નિર્ણયો ખોટા પણ હોઈ શકે ‘
ભારતીય કેપ્ટનએ કહ્યું કે, “અમે જોયું છે કે આઇપીએલ અને અન્ય મોટી ટી -20 ટૂર્નામેન્ટમાં પણ આ બાબતો ઘણી મહત્વની છે.”
રાહુલે પણ કોહલીના નિવેદનને સમર્થન આપતાં કહ્યું હતું કે, જો આવો નિયમ આવે તો તે ખૂબ સારો છે. તમે ટીમને બે સમીક્ષા આપી શકો છો અને કહી શકો છો કે તમે કોઈ પણ નિર્ણયની વિરુદ્ધ તેનો ઉપયોગ કરી શકો છો. ‘