નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળાના ભય વચ્ચે વિશ્વભરના ક્રિકેટ ચાહકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આજ (19 સપ્ટેમ્બર,શનિવાર)થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થશે. 13 મી સીઝનની પ્રથમ મેચમાં આઈપીએલ ઇતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એકબીજાની સામે હશે. પરંતુ આ વખતે સ્ટેડિયમમાં ચાહકો રહેશે નહીં અને આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
યુએઈમાં મુંબઇની પ્રથમ જીતની રાહ
લીગમાં અત્યાર સુધી બંને ટીમો એકબીજા સામે 28 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ 17 વાર જીતી ચૂકી છે, જ્યારે સીએસકે 11 વાર જીતી છે. યુએઈની વાત કરીએ તો, મુંબઇ ઇન્ડિયન્સ અહીં રમાયેલી આઈપીએલ 2014 ની સીઝનના પહેલા તબક્કામાં તેની પાંચેય મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, યુએઈમાં પહેલો વિજય જીતવાનો પડકાર મુંબઇ સામે હશે.
ચૈન્નાઈ સુપર કિંગ્સ ટીમ
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, કેએમ આસિફ, દિપક ચાહર, ડ્વેન બ્રાવો, ફેફ ડુ પ્લેસી, ઇમરાન તાહિર, નારાયણ જગદિશન, કર્ણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સંતનર, મોનુ કુમાર, ઋતુરાજ ગાયકવાડ, શેન વોટસન, શાર્દુલ ઠાકુર, સેમ કરણ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ, આર સાઇ કિશોર
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટન ડિકોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શેરફને રુધરફોર્ડ, અનમોલપ્રીત સિંહ, મિશેલ ખાન મેક્લિનીગન, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, પ્રિન્સ બલવંત રાય સિંઘ, અનુકૂલ રોય, ઇશાન કિશન.
ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વિ મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) વચ્ચેનો મેચ શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી ખાતે રમાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચનું સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની + હોટસ્ટાર પર રહેશે.