નવી દિલ્હી : મુખ્ય કોચ સ્ટીફન ફલેમિંગે કહ્યું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની બોલિંગ નિષ્ણાત ડ્વેન બ્રાવોને ગ્રોઇન ઈજાને કારણે ‘થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા’ માટે લગભગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) થી બહાર કરી દીધો છે.
શનિવારે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામેની અંતિમ ઓવરમાં બ્રાવો બોલિંગ કરી શક્યો નહીં, જેમાં વિરોધી ટીમે જરૂરી 17 રને જીત મેળવી હતી.
ફલેમિંગે કહ્યું, “એવું લાગે છે કે તેને (બ્રાવો) ને જમણા ગ્રોઇનની ઇજા થઈ છે, જોકે, તે એટલી ગંભીર છે કે તે ફરીથી બોલિંગમાં મેદાન પર પાછા ફરવા માટે અસમર્થ છે, છેલ્લી ઓવર ના ફેંકી શકવાથી તે નિરાશ છે.”
ફ્લેમિંગે કહ્યું કે બ્રાવોની ઈજાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હેડ કોચે સુપર કિંગ્સને પાંચ વિકેટના પરાજય બાદ કહ્યું કે, “તેની ઈજાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, આ સમયે તમે માની શકો કે તે થોડા દિવસો કે થોડા અઠવાડિયા સુધી બહાર કરાયો છે.”
બ્રાવોની ઈજાને કારણે સુપર કિંગ્સે છેલ્લી ઓવરમાં બોલિંગની જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. ફ્લેમિંગે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ ડ્વેન બ્રાવોને ઇજા પહોંચતા તે છેલ્લી ઓવરમાં બોલિંગ કરી શક્યો નહીં, તે સ્વાભાવિક રીતે ડેથ ઓવરનો બોલર છે, અમારું સત્ર આમ જ ચાલે છે, આપણે સતત પડકારોનો સામનો કરવો પડે છે.’