નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સ (ડીસી) વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત જાંઘની માંસપેશીમાં ખેંચાણને કારણે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમી શકશે નહીં. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે આ માહિતી આપી હતી.
શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન પંત ઈજાગ્રસ્ત થયો હતો અને તે રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રમ્યો ન હતો. આ મેચમાં દિલ્હીની ટીમ 5 વિકેટથી હારી ગઈ હતી.
અય્યરને મેચ પછી પૂછવામાં આવ્યું કે પંત રમવા માટે કેટલો સમય ઉપલબ્ધ રહેશે નહીં, તેણે કહ્યું, “મને ખબર નથી.” ડોકટરે કહ્યું કે, તેને એક અઠવાડિયા માટે આરામ કરવો પડશે અને મને આશા છે કે તે મજબૂત રીતે પાછો આવશે.
દિલ્હીને 13 ઓક્ટોબર, બુધવારે રાજસ્થાન રોયલ્સ અને આ અઠવાડિયે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરવો પડશે. રવિવારે ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીને પંતની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.