નવી દિલ્હીઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13 મી સીઝનમાં ખેલાડીઓ સતત ઈજાનો શિકાર થઇ રહ્યા છે, સાથે સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ એપિસોડમાં, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ને મોટો આંચકો લાગ્યો છે. કેકેઆરના ઝડપી બોલર અને આઈપીએલમાં જગ્યા બનાવનારો પહેલો અમેરિકન ક્રિકેટર અલી ખાન આઈપીએલની સીઝન 13માંથી બહાર થઈ ગયો છે.
ઈજાના કારણે અલી ખાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે તેને કઈ રીતે ઈજા થઈ તે અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, બે વખત આઈપીએલ જીતનાર કેકેઆરએ ટુર્નામેન્ટ પહેલા ઇંગ્લેન્ડના ઇજાગ્રસ્ત ઝડપી બોલર હેરી ગુર્નીની જગ્યાએ અલી ખાનને તેની ટીમમાં સામેલ કર્યો હતો.
આઈપીએલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અલી ખાન પહેલા અમેરિકન ક્રિકેટર છે જેણે આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઇઝીમાં સ્થાન મેળવ્યું હતું. દુર્ભાગ્યે, અલી ખાનને ઇજા પહોંચી છે. પ્રેક્ટિસ દરમિયાન તે ઘાયલ થયો હતો. આને કારણે, તેઓ હવે આઇપીએલ 2020 ની બાકીની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
અલી ખાન પહેલા દિલ્હી કેપિટલના અમિત મિશ્રા અને સનરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમાર પણ ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયા છે. 29 વર્ષના અલી ખાનને આઈપીએલની કોઈપણ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.