નવી દિલ્હી: 29 માર્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન 13 ની શરૂઆતની મેચમાં છેલ્લી વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) નો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સાથે થશે. મેચનું શિડ્યુલ તમામ ફ્રેન્ચાઇઝીને મોકલવામાં આવ્યું છે જ્યારે તેની સત્તાવાર ઘોષણા પછી કરવામાં આવશે.
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, આઈપીએલની પહેલી મેચ 29 માર્ચે, જ્યારે અંતિમ મેચ 24 મેના રોજ રમાશે. દરમિયાન, ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદએ આઈપીએલની 13 મી સીઝનના સંપૂર્ણ શેડ્યૂલને શેર કર્યું છે.
? ATTENTION #OrangeArmy?
The moment you've all been waiting for.
Mark your ? for #IPL2020! pic.twitter.com/Z11JPXDvwu
— SunRisers Hyderabad (@SunRisers) February 15, 2020
શનિવારે ટીમે કહ્યું છે કે, તેની પહેલી મેચ 1 લી એપ્રિલે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાશે. સનરાઇઝર્સની ટીમ 14 મેચ રમશે. તેમની છેલ્લી ગ્રુપ મેચ 15 મેના રોજ ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. આ ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. જોકે આઈપીએલ દ્વારા હજી સુધી સત્તાવાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું નથી.