નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ તેના સોશિયલ મીડિયા પરના અનેક એકાઉન્ટ્સમાંથી પ્રોફાઇલ ફોટો કાઢી નાખ્યો છે. આ સાથે તેણે પોતાનું નામ પણ ‘ફેરફાર’ કર્યો છે. તેનાથી ચાહકો જ નહીં, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત છે.
વિરાટ કોહલી આ દિવસોમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પોસ્ટ્સ ગાયબ થઈ જાય છે અને કેપ્ટનને જાણ કરવામાં આવતી નથી. @rcbtweets તમને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો મને જણાવો.’
Posts disappear and the captain isn’t informed. ? @rcbtweets, let me know if you need any help.
— Virat Kohli (@imVkohli) February 13, 2020
બીજી તરફ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ દંગ રહી ગયો હતો. ન્યુઝિલેન્ડ ટૂરથી પરત ફરી રહેલા ચહલે ટ્વિટ કરીને લખ્યું કે, અરે આરસીબી, આ શું ગુગલી છે? તમારો પ્રોફાઇલ ફોટો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ક્યાં ગઈ?’
Arey @rcbtweets, what googly is this? ? Where did your profile pic and Instagram posts go? ?
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 12, 2020